અંજારના વરસામેડીના સીમ વિસ્તારમાં આવેલ અરિહંતનગર સોસાયટી પાછળની કેનાલ નજીક થયેલ ખુનના ગુના કામેના ફરાર પરપ્રાંતિય આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી એ.વી.રાજગોર સાહેબ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નાઓએ અંજાર વિસ્તારમાં બનેલ ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુના તથા ગુના કામે ફરારી આરોપીને સત્વરે શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય

જે અન્વયે ગત તા.૦૭/૦૨/૨૦૨૫ સવારના ભાગે અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ અરીહંતનગર સોસાયટી પાછળ આવેલ કેનાલમાં લાશ મળી આવેલ હોવાની હકીકત મળતા જે અન્વયે એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેકટર અંજારનાઓએ તાત્કાલીક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યા પહોચી લાશને બહાર કાઢી ઓળખ કરી જોતા જેના ગળાના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ગંભીર ઈજા પહોચાડી મોત નિપજાવેલ હોવાનુ જણાઈ આવતા તુરંત પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આજુ-બાજુના સી.સી.ટી.વી ફુટેજ એનાલીસીસ કરી જરૂરી વર્ક આઉટ કરી તેમજ હ્યુમનસોર્સ આધારે મોત નિપજાવનાર આરોપી ઈન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર ઉ.વ.૪૩ હાલે રહે.મ.નં.૭૭-૭૮/એ ગૂરૂકૃપા સોસાયટી વ૨સામેડી તા.અંજાર મુળ રહે. નીચાવડી તા.માધવગઢ જી.ઝાલોન (ઉત્તર પ્રદેશ) વાળાને પકડી પાડતા તેને ગુન્હાની કબુલાત આપતા જણાવેલ કે મરણજનારના કિમંતી ફોન પડાવી લેવા પોતે તથા ધીરજકુમા૨ ૨હે.ઉત્તર પ્રદેશ વાળાએ સાથે મળી આ ગુન્હાને અંજામ આપેલ હોય આ ધીરજકુમાર મરણજનારના મોબાઈલ ફોન લઈ નાશી ગયેલ હોવાની હકીક્ત જણાવેલ હોય જે આ ગુન્હા કામે ફરાર હોય જેથી ટેક્નીકલ સર્વેલન્સ આધારે વોચ રાખી ફરાર આરોપીનુ લોકેશન હૈદરાબાદ હોવાનુ જણાઈ આવતા તુરંત એક પોલીસ ટીમ હૈદરાબાદ મોકલી સદર ગુન્હા કામે ફરાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગુન્હાની વિગત:-

અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૧૦૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ-(03(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ

પકડાયેલ આરોપી :-

-૧) ધીરજકુમાર જગતનારાયણ બાથમ ઉ.વ.૨૮ હાલે રહે. લાલ દરવાજા વસ્તી કાલી -મ્પલ હૈદરાબાદ (તેલંગાણા) મુળ રહે. મુરલી મનોહર વિસ્તાર ઝાલોન (ઉત્તર પ્રદેશ)

-બ્જે કરેલ મુદ્દામાલ (ગુના ડામે મરણ જનારના ગયેલ મોબાઈલ ફોન) :-

-૧) મોબાઈલ ફોન નંગ-૦૨ જેની કિ.રૂ.૨૫, ૦૦૦/-

આ કામગીરીમાં એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર અંજાર વોલીસ સ્ટેશનના તથા પોલીસ સબ ઇનસપેક્ટર એસ.જી.વાળા તથા અંજાર પોલીસ ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.