ગાંધીધામમાં 35 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

ગાંધીધામમાં 35 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં રહેનાર શંકર વીરચંદ રાવલએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી ગાંધીધામના લીલાશાહ સર્કલ રાજગોર હોટેલની નજીક પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવ ત્યાગી દીધો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માતો મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.