’80 વર્ષના દાદીનો અનોખો અવતાર “જય માતાજી લેટસ રોક”ના ટ્રેલરે મચાવી ધમાલ

આવનારી ફિલ્મ ‘જય માતાજી લેટસ રોક’ ની રિલીઝ ડેટ જાહેર થઇ ત્યારથી જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની સાથે ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્યેરકર અને વ્યોમા નંદી જેવા અવ્વલ કક્ષાના

કલાકારોની મુખ્ય ભૂમિકા દર્શાવતી 9મે 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. દર્શકોની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું છે. ઉલ્લેખનીય છે કે માતૃગૃહ ખાતે વડીલોની હાજરીમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું. જેણે દર્શકોમાં સારો બઝ ક્રિયેટ કાર્યો. ફેમિલી ફ્લિક્સ ના બેનર હેઠળ એન અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડયુસ કરવામાં આવેલ આ ફિલ્મના દિગ્દર્શક મનીષ સૈની છે.

ટ્રેલર જોતાં ખ્યાલ આવે છે કે, આ ફિલ્મમાં 80 વર્ષના દાદીની અનોખી સફર છે, જેમનું શાંત અને સરળ જીવન એક સરકારી યોજનાના કારણે અચાનક ઉથલપાથલ થઈ જાય છે. દાદી હવે જીવન પોતાના ધોરણે જીવવા નક્કી કરે છે, અને એ સાથે શરૂ થાય છે મજા, મસ્તી અને પરિવારિક ઉતાર-ચઢાવથી ભરપૂર સફર. ફિલ્મ હાસ્યથી ભરપૂર હોવા છતાં સમાજમાં વૃદ્ધજનોના સ્થાન, નાણાકીય સંઘર્ષો અને પરિવારની મહત્ત્વતા પર એક તીખો સામાજિક વ્યંગ પણ છે.

રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ