ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ દ્વારા મુન્દ્રાના મોટી ભુજપુર પાંજળાપોળ ખાતેના ગૌવંશોને 15 હજાર કિલો લીલા ઘાસચારાનું વિતરણ કરાયું

ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ દ્વારા પ્રખર જીવદયાગૌપ્રેમી જગડુશાહ દાતાર (ગોપાલનાથ કાકુનાથ નાથબાવા ગોપાલ ચીક્કી વાળા ભુજ) તરફથી મુન્દ્રા તાલુકાના ગામ મોટી ભુજપુર પાંજળાપોળ ખાતેના ગૌવંશોને (૧૫,૦૦૦) કિલો લીલી મકાઈનો ઘાસચારો તથા રસ્તે આવતાં વાડી વિસ્તારોનાં રખેવાળ શ્વાનોને ગાયનો તાજો દૂધ ઘઉં અને બાજરાના રોટલી રોટલાઓનાં ટૂકડાઓ મિક્સ કરી નિરણ કરાવવામાં આવેલ આ પરમાર્થી કર્મમાં સિનિયર સિટીઝન દાતા પરિવાર ગોપાલનાથ કાકુનાથ નાથબાવા તથા ગૌ સેવા સમિતિના નવીનભાઈ માહેશ્વરી અને વિનેશભાઈ સચદે તથા યંગ જનરેશન હિરેનનાથ, ઋષિ સચદે, અંકિત માહેશ્વરી, અને બાળ ગૌ જીવદયાપ્રેમીઓ દક્ષનાથ, ધ્રુવનાથ, શિવમ રબારી, રિધમ ત્રિવેદી, તપસ્ય પટેલ તથા સૂક્ષ્મ રજકણ જેવા ગૌ સેવા સમિતિના સેવક પંકજકુમાર વ્યાસ અને સ્થાનિક ગૌપાલકોની જહેમતથી સંપન્ન કરવામાં આવેલ હતું એવું આ સમિતિના અધ્યક્ષ સચીનભાઈ ગણાત્રા દ્વારા જણાવાયું હતું.*