લ્યો બોલો, માંડવીના દુર્ગાપુરમાં ટેલિફોન એક્સચેન્જની છત પર થતું શરાબનું વેચાણ ઝડપાયું

copy image

copy image

 હવે તો હદ થઈ ગઈ, માંડવીના દુર્ગાપુરમાં ટેલિફોન એક્સચેન્જની છત પર ગેરકાયદેસર રીતે થતું શરાબનું વેચાણ ઝડપાયું હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, ગત દિવસે બપોરના સમયે માંડવી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, દુર્ગાપુર નવાવાસમાં રહેતો હુસેની ઉર્ફે કારો સલીમ શેખજાદા પોતાના ઘરની આગળ આવેલી ટેલિફોન એક્સચેન્જની છત ઉપર દારૂની બોટલો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર દોરોડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાયરવાહી દરમ્યાન અહીથી અલગ-અલગ બ્રાન્ડની 36 બોટલ કિં. રૂા. 23,208નો શરબનો જથ્થો કબ્જે કરાયો હતો પરંતુ આરોપી શખ્સ હાજર ન મળતા પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે નાસી છૂટેલ આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.