દુષ્કર્મ તથા બળજબરીથી રૂપીયા પડાવી લેવાના ગુનામાં ભુજના આરોપી દંપતીને ગણતરીના કલાકોમા ઝડપી પાડતી માધાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ-ભુજનાઓએ સ્ત્રી અત્યાયાર તથા બ્લેકમેઇલીંગ તેમજ મીલ્કતસબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ આવા ગુના આચરતા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના માર્ગદર્શન આપેલ હોય,

માધાપર મધ્યે રહેતા એક મહિલાને ભુજ ડી.પી.ચોકમાં રહેતા દંપતીએ કાવતરાના ભાગરૂપે આ કામેના ભોગ બનનાર મહિલા સાથે ઓળખાણ થતાં તે મહિલાને પોતાના દિકરાના જન્મદિવસ નિમીતે પોતાના ઘરે ભુજ બોલાવી રાત્રીના ભાગે જયુશના બહાને જયુશમાં કોઇ કેફી પ્રવાહી ભેડવી તે જયુસ પીવડાવતાં ભોગ બનનાર મહિલા જેની અસરથી ઉંધી જતાં તેના કપડા ઉતારી ભોગ બનનારની જાણ બહાર પોતાના મોબાઇલમાં નગ્ન ફોટો પાડી લઇ તે ફોટો વાયરલ કરવાની ભોગ બનનારને ધમકીઓ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે રૂપીયા-૫૦,૦૦૦/- બળજબરીથી કઢાવી લીધેલ અને ભોગ બનનાર માધાપર મધ્યે એકલા રહેતા અને આ કામેનો આરોપી તેના ઘરે જઇ ફરીયાદી સાથે રહી ફરીયાદીની દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભોગ બનનારની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સબંધ બાંધેલ હોય તે બાબતે ફરીયાદીશ્રી પોલીસ સ્ટેશન આવતાં જે ગુનાની ગંભીરતા સમજી આ બાબતે તાત્કાલીક દુષ્કર્મ તથા બ્લેકમેઇલીંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ.

ઉપરોકત ગુના કામે સંડોવાયેલા દંપતીને શોધી કાઢવા માટે માધાપર સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.એમ.ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ માધાપર પો.સ્ટે.ના માણસોની અલગ-અલગ ટીમો બનાવી તપાસમાં હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.એમ.ઝાલા તથા પો.હેડકોન્સ. ભગીરથસિંહ એ જાડેજાનાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે, આ કામેનો આરોપી હાલે ભુજ મધ્યે સરપટનાકા વિસ્તારમાં હોવાની હકિતક મળતા જેથી સર્વેલન્સ સ્ટાફના કર્મી ઓને મોકલાવી આ કામેના બંન્ને આરોપી દંપતીને પકડી પાડી ગુનાકામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી

(૧) સલીમ મામદ કુંભાર, ઉ.વ.૩૫, રહે. કેમ્પ એરીયા, ડી.પી ચોક પાસે,

((૨) હુમીદાબેન વા/ઓ સલીમ મામદ કુંભાર, ઉ.વ. ૩૧, રહે. કેમ્પ એરીયા, ડી.પી.ચોક પાસે, ભુજ

આ કામેનો આરોપી સલીમ મામદ કુંભાર જે કહેવાતો આર ટી આઇ. એકટીવીસ્ટ તથા અલગ અલગ વિભાગોમાં ચેનકેન પ્રકારની અરજી/અપીલો કરી અને પોતે ન્યુઝનો રીપોર્ટર હોવાનું જણાવી સરકારી તંત્ર ઉપર દબાણ લાવવાની ટેવવાળો હોય મજકુર આરોપી ઉપર ફરજમાં રૂકાવટના પણ ગુનાઓ દાખલ થયેલ હોય અને મજકુર બંન્ને આરોપીસઓ નીચે મુજબની છેલ્લા પાંચ વર્ષમાં અરજી/અપીલો કરેલ હોય તેમજ તેના વિરૂધ્ધમાં નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે.

આરોપી સલીમ મામદ કુંભાર છેલ્લા પાંચ વર્ષમાં કુલ્લ-૧૨૦ અલગ અલગ હેડ તળે અરજીઓ કરેલ છે.

આર.ટી. આઇ.એકટ તળે કુલ્લ-૩૨ માહિતી માંગેલ છે.

કુલ્લ-૧૬ અપીલો કરેલ છે.

કુલ્લ-૧૮ અરજીઓ કરેલ છે.

પોલીસ વિરૂધ્ધમાં કુલ્લ-૧૩ અરજીઓ કરેલ છે.

આરોપી હમીદાબેન વા/ઓ સલીમ મામદ કુંભાર છેલ્લા ત્રણ વર્ષમાં કુલ્લ-૦૪ અલગ અલગ હેડ તળે અરજીઓ કરેલ છે. અને પોલીસ વિરૂધ્ધમાં કુલ્લ-૦૨ અરજીઓ કરેલ છે.

આરોપી સલીમ મામદ કુંભાર વિરૂધ્ધમાં કુલ્લ નીચે મુજબના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે.

આ કામગીરીમાં માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી વી.જી.પરમાર, તથા પો.હેડ.કોન્સ અભયસિંહ જાડેજા તથા પો કોન્સ રામજીભાઈ કાનાભાઈ બરારીયા તથા શનભાઈ કોડીયાતર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામા આવી.