અંજારના વીડીમાંથી 1.12 લાખના મુદ્દામાલ સાથે સાત ખેલીઓની અટક : બે ફરાર

copy image

copy image

 અંજાર ખેત આવેલ વીડી બગીચા ગામના બસ સ્ટેન્ડ નજીક બાવળની ઝાડીમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે 1.12 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે વધુ બે ઈશમ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રે પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વીડી બગીચા ગામના બસ સ્ટેન્ડ સામે બાવળની ઝાડીમાં અમુક ખેલીઓ રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી લાઈટના અજવાળે ધાણીપાસા વડે જુગાર રમતા સાત શખ્સોને પકડી પાડયા હતા, જ્યારે  બે શખ્સ નાસી છૂટયા હતા. પોલીસે પકડાયેલા પત્તાપ્રેમીઓ પાસેથી રોકડ 26,000 તથા આઠ મોબાઈલ અને છ બાઈક એમ કુલ રૂા. 1,12,500નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.