“કોડાય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા વાય.કે.પરમાર સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી તથા સુરજભાઇ વેગડાનાઓ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા સુરજભાઇ વેગડાનાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, વિમલ નારણભાઇ રાજગોર રહે. બિદડા તા.માંડવી વાળો બીદડા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ ઓટલા ઉપર બેસી પોતાના મોબાઇલ ફોનમાં ID વડે હાલમાં ચાલી રહેલ આઇ.પી.એલ.ની ગુજરાત ટાઇટન્સ અને કલકતા નાઇટ રાઇડર્સની ૨૦ ઓવરની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન આઇડી ઉપર નાણાકીય હારજીતનો ક્રીકેટનો સટ્ટો રમી રમાડે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત મુજબનો ઇસમ પોતાના કબ્જાના મોબાઇલ ફોનથી “ICONEXCH.COM ” નામની ઓનલાઇન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા પકડાઇ ગયેલ અને મોબાઇલ ફોનમાં રહેલ આઇ.ડી.માં રાખેલ બેલેન્સ રૂપીયા ૮૧૫૫/- નો ક્રિકેટ સટ્ટૉ રમવામાં ઉપયોગમા લીધેલ જેથી મજકુર ઇસમને આઇ.ડી. કોની પાસેથી લીધેલ તે બાબતે પુછપરછ કરતા જણાવેલ કે, આ આઇ.ડી. ગોપાલ ગઢવી રહે. મુંદરા વાળા પાસેથી મેળવેલ હતી જેથી મજકુર ઇસમ પાસેથી નીચે મુજબનો મુદામાલ મળી આવેલ. જેથી હાજર મળી આવેલ ઇસમ તથા હાજર નહિ મળી આવેલ ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી કોડાય પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપી –

વિમલ નારણભાઇ રાજગોર ઉ.વ.૩૬ રહે. હોલો ફળીયો, બીદડા તા-માંડવી

પકડવાના બાકી આરોપી –

  • ગોપાલ ગઢવી રહે. મુંદરા

ક્રિકેટ સટ્ટો રમવા માટે ઉપયોગ કરેલ મુદામાલ –

મોબાઇલ ફોનમાં રહેલ આઇ.ડી.મા રાખેલ બેલેન્સ રૂપીયા ૮૧૫૫/- નો ક્રિકેટ સટ્ટૉ રમવામાં ઉપયોગમા લીધેલ

  • મોબાઇલ નગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-