ગાંધીધામ ખાતે આવેલ કંડલામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ કંડલાની ડ્રાય ડોક સામે ઉભેલી ખાનગી કંપનીની ટગમાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરજકુમાર ક્રિષ્ના રાય નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. ટગમાં કામ કરનાર મૂળ બિહારના સુરજ કુમારે પોતાના ગમછા વડે કેબિનની ગ્રીલમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. અહીંથી એક બુક મળી આવી હતી જેમાં એક યુવતીનું નામ તેણે સતત લખી રાખ્યું હતું. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે યુવાને પ્રેમ પ્રકરણમાં અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે. આ અબનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.