EDII એ તેનો ૪૩મો સ્થાપના દિવસ ઉજવ્યો

એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), તેના ૪૩મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે ગોવાના માનનીય મુખ્યમંત્રી શ્રી ડૉ.પ્રમોદ સાવંતે વર્ચુઅલી સંબોધન આપ્યું. કાર્યક્રમમાં અન્ય ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા, જેમાં મુખ્ય અતિથિ ડૉ.પીરુઝ ખંબાટા, ચેરમેન – રસના ગ્રુપ તથા માનનીય કાઉન્સલ જનરલ, દક્ષિણ કોરિયા (ગુજરાત); માનનીય અતિથિ શ્રી સુનીલ અંચીપાકા, આઈએએસ, સચિવ (ઉદ્યોગ), ગોવા; શ્રી બી. એસ. પાઇ આંગલે, મેનેજિંગ ડિરેક્ટર, ઈડીસી લિમિટેડ, ગોવા; શ્રી દિનેશ સિંહ રાવત, ચીફ જનરલ મેનેજર અને ઝોનલ હેડ (અમદાવાદ ઝોન), IDBI બેંક લિમિટેડ, અમદાવાદ (અને ગવર્નિંગ બોર્ડ સભ્ય, ઇડીઆઈઆઈ) તેમજ ડૉ. સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમમાં સરકાર, કોર્પોરેટ, ઔદ્યોગિક સંસ્થાઓ અને શૈક્ષણિક જગતના પણ અનેક પ્રતિનિધિઓ શામેલ થયા હતા. આ કાર્યક્રમનો કેન્દ્રબિંદુ એ હતો કે કેવી રીતે ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન દેશના સામાજિક-આર્થિક વિકાસને પ્રેરણા આપી રહ્યા છે.
ડૉ.પ્રમોદ સાવંતજીએ વર્ચુઅલી સંબોધન આપતાં ગુજરાતના અનોખા વિકાસ મોડલની પ્રશંસા કરી અને દેશમાં તેમજ દેશની બહાર ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતા ઇડીઆઈઆઈના યોગદાનની સરાહના કરી. માનનીય મુખ્યમંત્રીજી એ કહ્યું, “આજે ભારત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ વિશ્વના અગ્રણીય સ્ટાર્ટઅપ રાષ્ટ્રોમાંથી એક બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ઇડીઆઈઆઈનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ