ફોકિઆ દ્વારા ત્રિદિવસીય પ્રોજેક્ટ મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન

ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ) દ્વારા તેમના સાથે સંકળાયેલી સંસ્થાઓ અને કંપનીઓના કાર્યકરો
માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પર ત્રિદિવસીય વિશેષ તાલીમનું આયોજન ૧૬ થી ૧૮ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન હોટેલ રિજન્ટા,
ભુજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ અને વડોદરા જિલ્લાની એગ્રોસેલ ફાઉન્ડેશન, શ્રુજન LLDC, વી.આર.ટી.આઈ.,
એ.સી.ટી., રૂડા, અતાપી સેવા ફાઉન્ડેશન, શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિત કુલ ૨૮ કાર્યકરોએ ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય
ઉદ્દેશ્ય સંસ્થાઓ અને વ્યવસાયિકોને તેમની યોજનાઓનું વધુ અસરકારક આયોજન, અમલ અને મૂલ્યાંકન કરવાની કુશળતા વિકાસ કરાવવો હતો તથા પ્રોજેક્ટ મેનેજમેન્ટના મહત્વપૂર્ણ સિદ્ધાંતો, પદ્ધતિઓ અને સાધનો અંગે વિસ્તૃત સમજણ આપવા માટે હતો. ચાલીસ વર્ષથી વધુ અનુભવ ધરાવતા શ્રી હિતેશભાઈ ભટ્ટ (પૂર્વ ડિરેક્ટર, IRMA, આણંદ) દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું, જેમાં Pareto Principle, Logical Framework Approach (LFA), Project Management Curves, AOA, AON, CPM, PERT, Gantt Chart સહિતના વિષયોની સરળ ભાષામાં પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે સમજ આપી તેમજ ટાઈમ મેનેજમેન્ટ, સંવાદ કુશળતા અને ટિમ વર્ક અંગે life skills ના સત્રો યોજાયા હતા. તાલીમના પ્રથમ દિવસે ફોકિઆ ના ડાયરેક્ટર શ્રી ચૈતન્યભાઈ શ્રોફે ઉદ્ઘાટન કરી, પ્રોજેક્ટ મેનેજમેન્ટનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે કચ્છમાં આવી તાલીમો ઉદ્યોગો અને વિકાસ સંસ્થાઓ માટે અત્યંત જરૂરી છે અને ફોકિઆ હંમેશા ઉદ્યોગોની
વ્યાવસાયિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે, જ્યારે અંતિમ દિવસે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના ફાઇનાન્સ ડાયરેક્ટર શ્રી રાજેન્દ્ર શાહે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી, દરેક સહભાગીને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ વિતરણ કરી તેમની મહેનત અને શીખવાના ઉત્સાહની પ્રશંસા કરી હતી. સહભાગીઓએ પોતાની પ્રતિભાવમાં જણાવ્યુ કે તાલીમ તેમની કાર્યશૈલી અને અંગત જીવનમાં પણ ખૂબ ઉપયોગી સાબિત થશે અને હવે તેઓ કોઈપણ પ્રોજેક્ટનું આયોજન વધુ ચોકસાઈથી કરી શકશે તેમજ શીખવાયેલા ટૂલ્સના સહારે પ્રોજેક્ટને પ્રારંભથી અંત સુધી વિઝ્યુલાઈઝ અને સુવ્યવસ્થિત રીતે અમલમાં મૂકી શકશે, સાથે ફોકિઆ તરફથી આવનારા સમયમાં પણ આવા લાભદાયી અને ગુણવત્તાપૂર્ણ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાશે એવી પ્રતિબદ્ધતા વ્યકત કરવામાં આવી હતી.આ ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા અને આયોજનમાં એગ્રોસેલના CSR હેડ શ્રી બિરેન બ્રહ્મા તથા ફોકિઆના જુનિયર એક્ઝિક્યુટિવ શ્રી રોનક પ્રજાપતિનો સહયોગ અને કાર્યભૂમિકા રહી હતી.