મેઘપર બોરીચીના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું : દાગીના લઈ થયા ફરાર
copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક બંધ મકાનમાંથી 1.99 લાખની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મેઘપર બોરીચી ગામના આહીરવાસમાં આવેલા એક બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને અહીથી તસ્કરોએ રૂા. 1,99,500ના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રૂપા વિશા ટમારિયાએ આ બાનવ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેમના પત્ની ગંગાબેન તથા બે સંતાન ગત તા. 18/4ના ઢળતી બપોરે તેમના સાળા આસાભાઈના ઘરે ગયા હતા. જ્યાં તેમના પત્ની, બાળકો રોકાઈ ગયા હતા અને ફરિયાદી પરત આવી પોતાના ભાઈ નાગજી રબારીને ત્યાં સુઈ ગયા હતા, બાદમાં બીજા દિવસે પોતાના કામે જઈ સાંજે પરત ઘરે જતાં મકાનના તાળાં તૂટેલી હાલતમાં જણાયા હતા. બાદમાં વધુ તપાસ કરતાં ઘરમાં તમામ સામાન વેરવિખેર હાલતમાં હતો તેમજ કબાટમાંથી સોના-ચાંદીના કુલ રૂા. 1,99,500ના દાગીના ગાયબ જણાયા હતા. આ મામલે પોલીસે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.