રતાડિયા નજીક રસ્તા પર પડી ગયેલ મસમોટા ખાડાઓએ ભાદરા ગામના વતનીનો ભોગ લીધો

copy image

copy image

રતાડિયાની નદી પહેલાં રસ્તા પર પડેલા મોટા ખાડામાં પડી જવાના કારણે  ભાદરા ગામના વતનીનું મોત થયું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બાણાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદરાથી ગુંદાલા થઇ રતાડિયા પરત આવી રહેલા લખપત તાલુકાના ભાદરા ગામના વતની દેવરા વંકા રબારી રતાડિયાની નદી પહેલાં રસ્તા પર પડેલા મોટા ખાડામાં પડી જવાથી મોતને ભેટયા હોવાનો કરુણ બન્યો છે ત્યારે બનાવને પગલે ગામલોકો દ્વારા ચિંતા વ્યક્ત કરતાં તાત્કાલિક રસ્તાનાં સમારકામ માટેનાં પગલાં માંગ કરવામાં આવેલ હતી. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે ગુંદાલાથી રતાડિયા સુધીના ચાર કિલોમીટર જેટલા રસ્તામાં આઠ જેટલા મોટા ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ રસ્તાના સમારકામ અંગે છેલ્લા આઠ માસથી તંત્રને રજૂઆત કરવામાં આવેલ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જર્જરિત માર્ગને કારણે દવાખાનાંમાં આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાની બાબત પણ સામે આવી છે. જે ખૂબ ગંભીર પ્રશ્ન છે. ત્યારે આ રસ્તાની તાત્કાલિક મરમંત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.