મુન્દ્રામાં 30 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

મુન્દ્રામાં 30 વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુન્દ્રામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના 30 વર્ષીય યુવાન દિલીપ લાલન વિશ્વકર્માએ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું.  મુન્દ્રાના બારોઈ રોડ સ્થિત ઋષભનગરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાન દિલીપભાઈ પોતાના ઘરે હાજર હતો તે દરમ્યાન કોઈ અકળ કારણોસર રૂમની બારીમાં આવેલા એંગલમાં ટી- શર્ટ અને દોરી વડે ગળેફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પોલિસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.