નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માંદરિયાદીલ ખેલાડીઓ પ્રેક્ષકોના દિલ જીતે છે : દરરોજ સાત મેચો રમાય છે

આ સાથે તારીખ ૨૨/૦૪/૨૦૨૫ના ૪૮ – અડતાલીસમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ મુસ્કાન ઇલેવન અને
ટાઇગર ઇલેવન વચ્ચે રમાઇ જેમાં ટાઇગર ઇલેવન ની જીત થઇ હતી. બીજી મેચ માન્યા ઇલેવન અંજાર અને હસૈન
ઇલેવન લોડાઇ વચ્ચે રમાઇ જેમાં માન્યા ઇલેવન અંજાર ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ શ્રી રામ ઇલેવન માધાપર
અને મહાદેવ ઇલેવન મોરબી વચ્ચે રમાઇ હતી. જેમાં મહાદેવ ઇલેવન મોરબી વિજેતા થઇ હતી. ચોથી મેચ રોયલ
ફુટવેર ઇલેવન અને સુપર ઇલેવન વચ્ચે રમાઇ જેમાં સુપર ઇલેવન ની જીત થઇ હતી. પાંચમી મેચ શ્રી રામ ઇલેવન
નાગલપર અને KVT ઇલેવન વચ્ચે રમાઇ જેમાં KVT ઇલેવન ભુજ વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ ફ્રેન્ડસ ઇલેવન માનકુવા
અને મહાદેવ ઇલેવન મોરબી વચ્ચે રમાઇ જેમાં મહાદેવ ઇલેવન મોરબી ટીમ ની જીત થઇ હતી. મેચ વ્યવસ્થા
કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા દરરોજ સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન
આપતા રહે છે.