અંજારમાં ધોળા દિવસે બંધ મકાનના તાળાં તૂટ્યા

copy image

copy image

અંજારમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી ચોરી થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના લુણંગનગર વિસ્તારમાં આ ચોરીનો બનાવ બન્યો હતો. ગત તા. 20-4ના રોજ બપોરના સમયે અંજારના લુણંગનગરમાં રહી હિરજી તેજપાલની દુકાને કામ કરતા વિનોદ નાગશી પારીયાના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ફરિયાદી સવારે દુકાને ગયો હતો તેમના બહેન ઘરે આવ્યા હોવાથી બપોરનું જમવાનું નાના ભાઇના ઘરે હોવાથી ત્યારે ગયેલ હતા. ત્યારે ફરિયાદીને ફોન દ્વારા જાણ કરવામાં આવેલ કે તેમના ઘરના તાળાં તૂટેલી હાલતમાં છે. ફરિયાદીએ તાત્કાલિક ઘરે આવીને તપાસ કરતાં ઘરના તાળાં તૂટેલી હાલતમાં જણાયા હતા અને તમામ સર સામાન વેર વિખેર જણાયો હતો. વધુ તપાસ કરતાં ઘરમાંથી સોના અને કહંડીના દાગીના સહિત કુલ રૂા. 92,800ની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.