શ્રી મહા રુદ્ર યજ્ઞમાં પ્રકૃતિ સેવા સેતુ NGO દ્વારા 18 એપ્રિલથી 22 એપ્રિલ સુધી મેડિકલ કેમ્પ યોજાયો

ઘરાણા ગામે યોજાયેલ શ્રી મહા રુદ્ર યજ્ઞના અંતર્ગત પ્રકૃતિ સેવા સેતુ NGO દ્વારા 18 એપ્રિલથી 22 એપ્રિલ સુધી પાંચ દિવસીય મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. આ કેમ્પમાં કુલ 1500 થી વધુ લોકોએ મેડિકલ સહાયનો લાભ લીધો.
શ્રી પ્રકૃતિ સેવા સેતુ સમિતિ ના આયોજકો શ્રીરણછોડભાઈ વીરજી ભાઈ પ્રજાપતિ, ગામ વોધડા શ્રીરમેશભાઈ હરીભાઇ પ્રજાપતિ ગામ ઘરાણા, શ્રીનાનજીભાઈ જેરામભાઈ પ્રજાપતિ ગામ ઘરાણા તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માને છે, જેમણે આ યજ્ઞને સફળ બનાવવામાં અમુલ્ય યોગદાન આપ્યું. ખાસ કરીને ડૉ. નારણભાઈ બાબુભાઈ હમીપરા (MBBS, વોધડા) હાલ સુરત નિવાસી, જેમણે યજ્ઞ દરમિયાન સતત પાંચ દિવસ નિ:શુલ્ક મેડિકલ સેવા પૂરી પાડી.તેમજ રેવતીબેન જયંતિભાઈ કોરડીયા, હીરેનભાઈ વાઢીયા, મેહુલભાઈ ઠક્કર અને સમાજના અન્ય ભાઈઓ-બહેનો, જેમણે પોતાના સમય અને શ્રમથી સેવા આપી, તે માટે આભાર વ્યક્ત થાય છે.પ્રકૃતિ સેવા સેતુ NGO દ્વારા આયોજિત આ મેડિકલ કેમ્પમાં સ્થાનિક અને નજીકના વિસ્તારોના લોકોએ મફત આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો. આરોગ્ય પરિક્ષણ, દવાઓનું વિતરણ અને જરૂરી મેડિકલ માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવા પ્રયોગો દ્વારા પ્રકૃતિ સેવા સેતુ સમાજના હિતમાં સતત કામ કરી રહી છે અને આરોગ્ય સેવા માટેનો એક મજબૂત પાયો ઉભો કરી રહી છે.આ યજ્ઞ અને મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સહકાર આપનાર તમામ દાતા, સેવીકો અને આરોગ્ય નિષ્ણાતોનું શ્રી પ્રકૃતિ સેવા સેતુ હૃદયપૂર્વક આભાર માને છે.