ઘરાણા ગામે યોજાયેલા શ્રી મહારુદ્ર યજ્ઞમાં પક્ષીના ચણ અને પાણી માટેના 5000 કુંડાનું મફત વિતરણ


પ્રકૃતિ સેવા સેતુ NGO દ્વારા 18 એપ્રિલથી 22 એપ્રિલ, 2025 દરમિયાન ઘરાણા ગામે યોજાયેલા શ્રી મહા રુદ્ર યજ્ઞના પ્રસંગે પક્ષીઓ માટે ચણ અને પાણી માટેના 5000 કુંડાનું મફત વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની તીવ્ર ગરમીમાં પાણી અને ખોરાકની અછતને કારણે પક્ષીઓ ઘણી મુશ્કેલી અનુભવે છે. પ્રકૃતિ સેવા સેતુ NGO એ આ સમસ્યાને સમજી, પક્ષીઓના જીવનને સહાયરૂપ બનવા માટે આ મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ કુંડાઓ દ્વારા પક્ષીઓ માટે જરૂરી પાણી અને ચણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે તેમને આ ગરમીના સમયગાળામાં જીવન જીવવામાં મદદરૂપ થશે. શ્રી પ્રકૃતિ સેવા સેતુ સમિતિ ના આયોજકો શ્રીરણછોડભાઈ વીરજી ભાઈ પ્રજાપતિ, ગામ વોધડા શ્રીરમેશભાઈ હરીભાઇ પ્રજાપતિ ગામ ઘરાણા, શ્રીનાનજીભાઈ જેરામભાઈ પ્રજાપતિ ગામ ઘરાણા તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માને છે, ખાસ કરીને રેવતીબેન જયંતિભાઈ કોરડીયા, અને સમાજના અન્ય ભાઈઓ-બહેનો, જેમણે પોતાના સમય અને શ્રમથી સેવા આપી.
આ પહેલને સફળ બનાવવા માટે દાતાશ્રીઓ અને સેવાભાવી લોકો દ્વારા મળેલ સહકાર માટે NGO હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. પ્રકૃતિ સેવા સેતુ તમામ લોકોને આ ઉનાળામાં પક્ષીઓ માટે ચણ અને પાણી ઉપલબ્ધ કરાવવા માટે આગળ આવવા વિનંતી કરે છે. નાનકડી આ મદદ પક્ષીઓ માટે જીવનદાયિ સાબિત થઈ શકે છે. આવી પહેલ સાથે પ્રકૃતિ અને જીવન માટે આપણો યોગદાન આપીએ.