ભુજ સુધરાઈ દ્વારા હાથ ધરવામાં આવેલ રખડતા ઢોર પકડવાની ઝુંબેશ તેજ બની : કુલ 74 જેટલા ઢોરને પકડી પાંજરાપોળ મોકલાયા

copy image

ભુજ સુધરાઈ દ્વારા હાથ ધરવામાં આવેલ રખડતા ઢોર પકડવાની ઝુંબેશ તેજ બનતા આજે 10 મળી કુલ 74 જેટલા ઢોરને પકડી પાંજરાપોળ મુકવામાં આવેલ છે. તેમજ આ કામગીરી સતત ચાલુ રહેશે તેવી વિગતો સામે આવી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજમાં જાહેર માર્ગો, શેરી, બજાર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરોની સમસ્યાએ માજા મૂકી હતી. મુખ્ય માર્ગો પર ઊભતા ગૌવંશોના ધણને કારણે ત્રસ્ત બની ચૂક્યા હતા તેમાં પણ કેટલીક વખત બે આખલા યુદ્ધે ચડે ત્યારે તો લોકોના જીવ જોખમે ચડતા હોય છે. ત્યારે અનેકવાર ઊભેલા વાહનો કે દુકાનના સામાનને નુકસાન પહોંચાડવા સાથે અનેક વખત આ ઢોરોની હડફેટે આવી જવાથી લોકોને ઈજાના પણ બનાવ સામે આવી ચૂક્યા છે. ત્યારે સુધરાઈ દ્વારા હાથ ધરવામાં આવેલ રખડતા ઢોર પકડવાની ઝુંબેશ અંતર્ગત આજે 10 ઢોરોને પકડી પાંજરાપોળ મોકલાયા હતા.