મુંદ્રાના ઝરપરામાં ડમ્પર રિવર્સ લેતી વેળાએ રોડની બાજુમાં સૂતેલા યુવાન પર ડમ્પરના ટાયર ફરી વળતાં મોત

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ ઝરપરામાં રોડ કામ દરમ્યાન ડમ્પર રિવર્સ થતાં રોડની બાજુમાં સૂતેલા 18 વર્ષીય યુવાન પર ફરી વળતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ તા. 24/4ના મોડી રાત્રીના સમયે ઝરપરાના ચાલતા રોડ કામ અર્થે મેટલ પરિવહન માટે ડમ્પર લઈને ચાલ ચાલક કરશન મંગા ગીલવા અને તેને ખાલી કરવા શ્રમિક અર્જુન આવ્યા હતા.બાદમાં અર્જુન રોડની સાઈડમાં સૂઈ ગયો હતો. વધુમાં માહિતી મળી રહી છે કે વહેલી સવારે ડમ્પરના ચાલકે રિવર્સમાં લેતાં પાછળ સૂતેલા અર્જુન પર ડમ્પરના ટાયર ફરી વળતાં તેનું ગંભીર ઈજાનાં પગલે મોત નીપજયું હતું. આ બનાવ અંગે ડમ્પરના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.