કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ૫૨૦ થી વધુ ટીમોને ત્રણ માસના સમયગાળા દરમ્યાન રમાડી લીમકા બૂક ઓફ વર્લ્ડમાં સૌથી મોટી ઓપન ડે-નાઇટ ટુર્નામેન્ટમાં રેકોર્ડ બનાવવા તરફ અગ્રેસર

કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ૫૨૦ થી વધુ ટીમોને ત્રણ માસના સમયગાળા દરમ્યાન રમાડી લીમકા બૂક ઓફ વર્લ્ડ માં સૌથી મોટી ઓપન ડે – નાઇટ ટુર્નામેન્ટ માં રેકોર્ડ બનાવવા તરફ અગ્રેસર છે. ખેલાડીઓ નો ખેલ પ્રત્યે ની ભાવના – દર્શકો તરફ થી મળતું પ્રોત્સાહન અને આયોજકો તરફ થી વ્યવસ્થા નો અદ્દભુત સંગમ જોવા મળે છે.
આ સાથે તારીખ ૨૪/૦૪/૨૦૨૫ના ૫૦ – પચાસમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ આશાપુરા એકેડમી
ઇલેવન અને મીઠીરોહર સ્ટાર ઇલેવન વચ્ચે રમાઇ જેમાં આશાપુરા એકેડમી ઇલેવન ની જીત થઇ હતી. બીજી
મેચ NB ઇલેવન રાપર અને ફ્રેન્ડસ ઇલેવન પૈયા વચ્ચે રમાઇ જેમાં ફ્રેન્ડસ ઇલેવન પૈયા ટીમ વિજેતા થઇ
હતી. ત્રીજી મેચ વાયપર ઇલેવન ભારાપર અને કોહીનુર ઇલેવન ભુજ વચ્ચે રમાઇ હતી. જેમાં કોહીનુર
ઇલેવન ભુજ વિજેતા થઇ હતી. ચોથી મેચ સુમીટોમો ઇલેવન ભુજ અને મુરલીધર ઇલેવન કોટાય વચ્ચે રમાઇ
જેમાં મુરલીધર ઇલેવન કોટાય ની જીત થઇ હતી. પાંચમી મેચ માં ઇલેવન ભુજ અને GS ઇલેવન વચ્ચે
રમાઇ જેમાં GS ઇલેવન વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન
આપતા રહે છે.