આદિપુરમાંથી 27 હજારની રોકડ સાથે પાંચ ખેલીઓની અટક

copy image

copy image

આદિપુરના નવવાળી વિસ્તારમાંથી પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત મોડી રાત્રે આદિપુરના નવવાળી વિસ્તારમાં આવેલ અંબે માતાના મંદિરના ઓટલા ઉપર અમુક ઈશમો રૂપિયાની હરજીતનો જુગાર રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે તમામને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી  રૂા. 27,270ની રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.