અંજાર શહેરમાં ફરી એક ધોળા દિવસે બંધ મકાનના તાળાં તૂટ્યાં

copy image

copy image

અંજાર શહેરમાં ફરી એક વખત બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વધુ એક ચોરીનો બનાવ અંજાર શહેરમાં યમુના પાર્કની બાજુમાં આવેલા લુણંગનગર વિસ્તારમાં બન્યો હતો. અહી ધોળા દિવસે તસ્કરોએ રૂા. 52,000ની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ મામલે સવિતાબેન ચનાભાઇ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત તા. 22/4ના સવારે ફરિયાદી નોકરીએ HDFC બેન્કમાં ગયા હતા. તેમના પિતા કામે હતા તથા બહેન અને માતા શાકભાજી લેવા ગયેલ હતા તે સમયે ઘરમાં તસ્કરો ઘૂસ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. ચોર ઈશમોએ અહીથી સોના ચાંદીના દાગીના સહિત કુલ કુલ રૂા. 52,500ની મતા પર હાથ સાફ કર્યો હતો. આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી  હોવાનું સામે આવ્યું છે.