રાપર કાનમેરના ખેતરમાંથી રૂા. 30,000ના સામાનની ચોરી કરી તસ્કરો થયા ફરાર

copy image

રાપર ખાતે આવેલ કાનમેરના ખેતરમાંથી રૂા. 30,000ના સામાનની ચોરી થઇ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરી અંગે ખેડૂત એવા ધનજી ખાના ભોપા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ગત તા. 22/4ના સાંજના સમયે ફરિયાદી એવા ખેડૂત ધનજી ખાના ભોપા ઘરે પરત આવ્યા હતા અને બાદમાં તા. 23/4ના પોતાના ખેતરે જતાં ખેતરના શેઢે ઝટકા મશીન, બેટરી, સોલાર પ્લેટ કુલ રૂા. 30,000નો સામાન ગાયબ હતો. આ ચોરી અંગે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.