ભચાઉના શિકારપુરમાં મારામારીના પ્રકરણમાં બે આરોપીના આગોતરા જામીન મંજૂર

copy image

copy image

 ભચાઉ ખાતે આવેલ શિકારપુરમાં  મારામારીના ચકચારી પ્રકરણમાં બે આરોપીના આગોતરા જામીન મંજૂર થયા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શિકારપુરમાં તળાવની પાળે ઢોરના વાડા બાબતે મનદુ:ખ રાખીને આરોપી શખ્સોએ ફરિયાદીને લાકડીથી માર માર્યો હતો અને તેમના કાકી વચ્ચે પડતાં તેમને અને તેમની દીકરીને પણ ઇજાઓ થઈ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે આ કેસના આરોપીઓએ આગોતરા જામીન માટે આરોપીઓએ સેસન્સ કોર્ટમાં અરજી કરેલ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો હતો.