માનકૂવામાંથી 10 હજારની રોકડ સાથે પાંચ ખેલીઓની અટક

jugar-1-2-960x640-1-150x150-1

copy image

copy image

ભુજ ખાતે આવેલ માનકૂવામાંથી દસ હજારની રોકડ સાથે પાંચ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માનકૂવા ગામના વથાણ ચોકમાં જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી જુગાર રમતા પાંચ શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રૂા. 10,220ની રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.