ભુજમાં રહેતા 33 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

ભુજમાં રહેતા 33 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રઘુવંશી ચોકડી નજીક આવેલા સોનલનગરમાં રહેતા રહેતા ધવલ મોહનભાઈ બારોટ નામના યુવાને કોઈ અકળ કારણોસર જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હતો તે સમયે લોખંડના એન્ગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.