જૂના કટારિયા નજીકથી 3.29 લાખના દારૂ સાથે એક શખ્સની ધરપકડ
copy image

જૂના કટારિયા નજીકથી 3.29 લાખના દારૂ સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વહેલી સવારના સમયે લાકડિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે મોરબીથી સામખિયાળી જતાં ધોરીમાર્ગ પર ચામુંડા હોટેલની સામેના ભાગે પહોંચતાં પ્લેટ વગરની કાળા કાચવાળી કાર આવતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરતા કારમાંથી દારૂનો જથ્થો નીકળી પડયો હતો. પોલીસે આ કારમાંથી જુદા જુદા બ્રાન્ડની કુલ 480 બોટલ કિંમત રૂા. 3,29,280નો શરાબના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.