ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત : જખૌ નજીકના વિસ્તારમાંથી ચરસનાં 10 પેકેટ મળી આવ્યા

charas

copy image

copy image

સરહદી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે લાંબા સમય બાદ અબડાસાના દરિયાઈ વિસ્તારમાં આવેલા ટાપુ નજીકથી ફરી એક વખત ચરસના દસ પેકેટ મળી આવ્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, સૈયદ સુલેમાનપીર ટાપુ દરિયાઈ વિસ્તારમાં જખૌ મરીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પ્લાસ્ટિકના કોથળામાં શંકાસ્પદ રીતે જખમંદિરથી થોડે દૂર ચરસનાં પેકેટ મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.