હરિયાણા રાજ્યના નૂહ પોલીસ સ્ટેશન વિસ્તારથી મહિલાની ગેરકાયદેસર રિતે અટકાયત કરી લઇ આવેલ આરોપીને પકડી પાડતી નલીયા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ અપહરણ તથા ગુમથનાર માણસોને સત્વરે શોધી કાઢવા સુચના આપેલ હોઇ જે સુચના અનુસંધાને હરિયાણા રાજ્યના નુહ પોલીસ સ્ટેશન ના ગુ.ર.નં.૦૧૩૨/૨૫ બી.એન.એસ. કલમ ૧૨૭(૬) મુજબના ગુના કામે મહિલાની ગેરકાયદેસર અટકાયત કરી ઇસમ લઇ આવેલ હોય જે ઇસમ અત્રેના નલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોય જે ઇસમની તપાસ અર્થે હરીયાણા જીલ્લાના નુહ પોલીસ સ્ટેશના પોલીસ સ્ટાફ તપાસ અર્થે અત્રેના નલીયા પોલીસ સ્ટેશન ખાતે આવતા આ કામે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પો.ઇન્સ વી.એમ.ઝાલા નલીયા પો.સ્ટે. નાઓ ધ્વારા નલીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. રવિરાજસિંહ દિલજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ ચેતનસિંહ હેમજી વાઘેલા તથા અનિરુધ્ધભાઇ બિસુભાઇ ખુમાણ તથા જીવરાજ રામ ગઢવી ને અટકાયતમાં રહેલ મહિલા તથા આરોપી શોધી કાઢવા માર્ગદર્શન આપેલ અને મજકુર આરોપી તથા અટકાયમાં રહેલ મહિલા શોધખોળ દરમ્યાન નલીયા પોલીસ સ્ટાફને કનકપર ગામના સીમ વિસ્તારમાંથી મળી આવતા હરિયાણા રાજ્ય થી તપાસમાં આવેલ એ.એસ.આઇ અરૂણકુમાર નાઓને સોપી આપેલ છે
નલીયા પોલીસ સ્ટેશન
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
આ કામગીરી વી.એમ.ઝાલા પોલીસ ઇન્સપેકટર નલીયા પોલીસ સ્ટેશન નાઓની સુચનાથી નલીયા પોસ્ટેના એ.એસ.આઇ રવિરાજસિંહ દિલજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ ચેતનસિંહ હેમજી વાઘેલા તથા અનિરુધ્ધભાઇ બિસુભાઇ ખુમાણ તથા જીવરાજ રામ ગઢવી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.