રસલિયા ગામે થયેલ ભેંસો ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પાડતી નખત્રાણા પોલીસ

મહે. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધીક્ષક પશ્ચિમ કચ્છ(ભુજ) તથા શ્રી બી.બી. ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ પો.સ્ટે.માં દાખલ થયેલ ચોરીના વણ-શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઈ,
જે અનુસંધાને પો. ઇન્સ. શ્રી એ. એમ. મકવાણા સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના આધારે નખત્રાણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૩૫૨૫૦૩૮૮/૨૫ બી.એન.એસ. કલમ- ૩૦૩(૨) મુજબના ગુના કામે નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. આનંદભાઇ ચૌધરી નાઓને હ્યુમન સોર્સીસના આધારે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ પોતાની બોલેરો પિકપ વાહનમાં ઉપરોક્ત ગુના કામે ચોરી થયેલ ભેંસો ભરીને ઉભેલ છે જેથી હકીકત વાળી જગ્યાએ આવી બોલેરો પિકપ ગાડી ચેક કરતા તેમાં પાછળના ભાગે એક ભેંસ તથા એક પાડી જોવામાં આવેલ જેના કોઇ પણ આધારપુરાવા સદરહુ ઇસમ પાસે ન હોતા તેને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ-પ્રયુક્તીથી પુછપરછ કરતા તેણે ગઈ કાલે રાત્રે રસલિયા વાડી વિસ્તારમાંથી પોતાના મિત્રો સાથે મળીને ઉપરોક્ત ભેંસ અને પાડી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જેથી નીચે મુજબના નામ-ઠામ વાળા ઇસમને અટક કરી તેની પાસેથી ચોરીમાં વપરાયેલ મુદ્દમાલ અને ભેંસો કબ્જે કરી નીચે મુજબના ભેંસ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) અમીરખાન મીરખાન જત ઉવ.૨૫ રહે.લુણા તા.ભુજ
પકડવાના બાકી આરોપીઓ:-
(૧) અલ્તાફ સાલેમામદ લુહાર રહે.નવા રસલિયા તા.નખત્રાણા
(૨) પ્રદીપસિંહ ખુમાનસિંહ સોઢા રહે.ખોંભડી તા.નખત્રાણા
(૩) અલાઝુડીયા જત રહે.જડોદર વાંઢ તા.નખત્રાણા
ગુના કામે કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) ભેંસ જીવ નંગ-૦૧ કિં.રુ. આશરે ૪૦,૦૦૦/- તથા પાડી જીવ નંગ-૦૧ કિં.રુ. આશરે १०,०००/-
(૨) ભેંસ ચોરીમાં કરવામાં ઉપયોગમાં લેવાયેલ મહિંદ્રા કંપનીની બોલેરો પીકપ ગાડી રજી.નં.
GJ 12 BZ 8173 ४नी डिं.३. ५,००0,000/-
(૩) વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિં.રુ. ૫૦૦0/-
એમ કુલ્લે કિં.રૂ.૫,૧૫,૦૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ જયંતીભાઇ માજીરાણા તથા પો.હેડ.કોન્સ. આનંદભાઇ ચૌધરી તથા મોહનભાઇ આયર તથા પો.કોન્સ. મયંકભાઇ જોષી તથા મોહનભાઇ ગઢવી તથા રમેશભાઇ રબારી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ