પૂર્વ કચ્છમાં અસામાજિક તત્ત્વો વિરુદ્ધની ઝુંબેશમાં 1900 જેટલા શખ્સોને નોટિસ તેમજ દંડ ફટકારવામાં આવ્યા  

copy image

copy image

અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં એક શખ્સે કરેલ બિનઅધિકૃત બાંધકામને પોલીસે તોડી પડાવ્યુ પૂર્વ કચ્છમાં અસામાજિક તત્ત્વો વિરુદ્ધની કાર્યવાહી પોલીસ દ્વારા જારી હોતા પૂર્વ કચ્છમાં 1900 જેટલા શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી હતી સૂત્રોમાથી મળતી માહિતી અનુસાર અમુક શખ્સોના વીજ જોડાણ કપાવી તેમને વિજદંડ ફટકારવામાં આવ્યા તેમજ અમુક શખ્સોના બિનઅધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. તથા અમુક લોકો કોર્ટમાં હજાર થયા હતા. તેમજ સુનાવણી બાદ અમુક શખ્સોને ફરીથી નોટિસ આપી તેમના દબાણો દૂર કરાયા હતા. તેમજ એક શખ્સ વિરુદ્ધ દારૂ તથા શરીર સંબંધી કુલ છ ગુના નોંધાયેલા હતા તે શખ્સને અગાઉ નોટિસ બાદ તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સુનાવણી બાદ તેને ફરીથી નોટિસ આપી પંચાયતની જમીન પરના બિનઅધિકૃત દબાણ, બાંધકામને દૂર કરવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છમાં આ કામગીરી હાલમાં ઢીલી પડતી હોય તેવું જાણવા મળ્યું છે,ત્યારે આ કામગીરીમાં  ફરીથી વેગ પકડાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.