અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓનો આજથી પ્રારંભ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જગન્નાથ મંદિરમાં રથ પૂજાનું આયોજન કરાયું છે. અક્ષય તૃતિયાનું પાવન પર્વ પર તૈયારીની શરૂઆત કરાઈ છે. જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા થશે. અખાત્રીજ પર ચંદનયાત્રાનું વિશેષ મહત્વ છે. ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે.જગન્નાથજીની ચંદનયાત્રામાં સાધુ-સંતો હાજર રહેશે.

રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચિયા, અમદાવાદ