રસાકસી ભરી ઓપન ડે – નાઇટ ક્રિકેટ મેચોને દર્શકો બિરદાવે છે

કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ૫૨૦ થી વધુ ટીમોને ત્રણ માસના સમયગાળા દરમ્યાન રમાડી લીમકા બૂક ઓફ વર્લ્ડ માં સૌથી મોટી ઓપન ડે – નાઇટ ટુર્નામેન્ટ માં રેકોર્ડ બનાવવા તરફ અગ્રેસર છે. ખેલાડીઓ નો ખેલ પ્રત્યે ની ભાવના – દર્શકો તરફ થી મળતું પ્રોત્સાહન અને આયોજકો તરફ થી વ્યવસ્થા નો અદ્દભુત સંગમ જોવા મળે છે.

આ સાથે તારીખ ૨૯/૦૪/૨૦૨૫ના બીજા રાઉન્ડ માં ૫૫ – પંચાવનમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ સદાયા
ઇલેવન અંજાર અને અરબાઝ ઇલેવન નાગોર વચ્ચે રમાઇ જેમાં અરબાઝ ઇલેવન નાગોરની જીત થઇ હતી.
બીજી મેચ જય બાબેરી ઇલેવન ઢોરી અને રોયલ સમેજા ઇલેવન વચ્ચે રમાઇ જય બાબેરી ઇલેવન ઢોરી ટીમ
વિજેતા થઇ હતી. ત્રીજી મેચ AD મેમણ ઇલેવન વરનોરા અને એન્જોય ઇલેવન ભુવડ વચ્ચે રમાઇ જેમાં
એન્જોય ઇલેવન ભુવડ ની જીત થઇ હતી. ચોથી મેચ ખુદાબકસ ઇલેવન જુરા અને ક્રિશ્ના ઇલેવન હરીપર
વચ્ચે રમાઇ જેમાં ખુદાબક્સ ઇલેવન જુરા ટીમની જીત થઇ હતી. પાંચમી મેચ વાગડ ઇલેવન ધમડકા અને
જય માતાજી ઇલેવન કિડાણા વચ્ચે રમાઇ જેમાં વાગડ ઇલેવન ધમડકાની જીત થઇ હતી. છઠ્ઠી મેચ જયશ્રી
મહાકાલ ઇલેવન ગાંધીધામ અને સ્ટાર ઇલેવન ભદ્રેશ્વર વચ્ચે રમાઇ જેમાં જય શ્રી મહાકાલ ગાંધીધામ ટીમ
વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન
આપતા રહે છે.