અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન: ઓપરેશન ‘ક્લીન ચંડોલા’.

અમદાવાદના ચંડોલા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણ કરનારાઓ સામે સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન કાર્ય શરૂ થયું છે. જેમાં AMCએ બુલડોઝર સાથે પોલીસના મોટા કાફલાઓ આગળ વધીને ગેરકાયદેસર બાંધકામો સામે વહીવટીતંત્રે કડક વલણ અપનાવ્યું છે.

ચંડોલામાં 150 થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદના મિની ‘બાંગ્લાદેશ’ ગણાતા આ વિસ્તાર પર વહીવટીતંત્રનું બુલડોઝર દોડી ગયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ચંડોલા તળાવ માં હાજર રહી કાર્યવાહી કરી રહ્યા છે.

અહીં, લલ્લા બિહારના ગેરકાયદેસર ફાર્મહાઉસ અને મકાનો પર JCB અને બુલડોઝર વડે ડિમોલિશન કાર્ય કરવામાં આવ્યું. 1,000 થી વધુ પોલીસ કર્મચારીઓની વિશાળ ટુકડીએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો, ક્રાઈમ બ્રાન્ચની ટીમે સિયાસત નગરમાં શોધખોળ કરી અને ગેરકાયદેસર મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવ્યા, મકાનો ખાલી કરવાની અંતિમ સૂચનાઓ સાથે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના તમામ સાત ઝોનના એસ્ટેટ અધિકારીઓ, આરોગ્ય, કચરા વ્યવસ્થાપન અને એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અને સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી.

રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચિયા, અમદાવાદ