પહલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારી સંગઠનો-એસોસિયેશન દ્વારા કેન્ડલમાર્ચ

અમદાવાદ શહેરમાં કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં વિવિધ સોસાયટીઓ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. જેમાં ઘણી જગ્યાએ કેન્ડલમાર્ચ અને તેમજ વેપારીઓ દ્વારા વેપાર- ધંધારોજગાર બંધ કરીને રેલીઓ યોજાય રહી છે. આવીજ રીતે
અમદાવાદ શહેરમાં બોપલ પાસે આવેલા શેલામાં વિવિધ સોસાયટીના રહીશો અને શેલા ગામના આગેવાન નવસાદ મલિક અને ગામવાસીઓ દ્વારા કેન્ડલમાર્ચ કાઢી વિરોધ પ્રદર્શન સાથે
શેલનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજી ના સાનિધ્ય માં હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
આ શાંતિમયી કેન્ડલમાર્ચમાં મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ અને વડીલો જોડાયા હતા.

રિપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.