બાપુનગર ચાર રસ્તા ખાતે રામ સેના અને અખંડ ભારત સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું

અમદાવાદ બાપુનગર ચાર રસ્તા ખાતે રામ સેના અને અખંડ ભારત સંગઠન દ્વારા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા સામે આક્રોશ વ્યક્ત કરતા દહેશત ગર્ડોના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું હતું.

દેશભરમાં પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓ અને અન્ય સંગઠનો દ્વારા આક્રોશ પૂર્વક આતંકવાદીઓ દ્વારા આચરવામાં આવેલા ક્રૂર જજન્ય કૃત્યથી સમગ્ર હિન્દુસ્તાનની પ્રજા આક્રમણ મિજાજમાં છે. કોઈ જગ્યાએ પ્રાર્થના સભા મારફતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, કોઈ જગ્યાએ કેન્ડલમાર્ચ તો કોઈ જગ્યાએ પૂતળા દહન જેવા આક્રમક રેલીઓ યોજાઇ રહી છે.

આતંકવાદીઓ દ્વારા હિન્દુ ધર્મના યાત્રીઓ ઉપર અંધાધૂન ગોળીબારી કરી 28 શ્રદ્ધાળુઓને ધર્મ પૂછીને અને કલમા બોલાવી નિ:વસ્ત્ર કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા તેથી બાપુનગર ચાર રસ્તા ખાતે રામ સેના અને અખંડ ભારત સંગઠન દ્વારા પૂતળા દહન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.