મુન્દ્રાના સુખપરવાસમાં ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશી ઘુસણખોરો ઝપડાયા

પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મુન્દ્રામાંથી 8 બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યા
એસ.ઓ.જી. ભુજ દ્વારા ઔધોગિક વસાહતો, મજુર વસાહતો, સ્પા, હોટલ-ઢાબા, લેબર કોન્ટ્રાક્ટર ચેકીંગ કરી બાંગ્લાદેશી નાગરિકો શોધવાની કાર્યવાહી ચાલી રહી છે
મુન્દ્રા ખાતે ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકો સંબંધે બાતમી મળતા જરૂરી વર્કઆઉટ કરી 8 બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યા
ઘૂસણખોરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
4 મહિલા, 2 પુરુષ અને 2 બાળક સહિત 8 બાંગ્લાદેશી ઝડપાયા
8 પૈકી 5 લોકો કચ્છમાં રહેતા હતા અને બાકીના 3 અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા હતા જે કચ્છથી ઝડપાયા છે
