ભચાઉમાં મહિલાના ગળામાંથી સોનાંની ચેઈન સેરવાઈ

copy image

ભચાઉમાં મહિલાના ગળામાંથી સોનાંની ચેઈન સેરવી લેવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના ભવાનીપુરમાં રહેતા ફરિયાદી મહિલાના બહેનની દીકરીના લગ્ન હોવાથી રાપર જઈ રહ્યા હતા તે સમયે તેઓ ભચાઉ બસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં અંજાર- રાપર રૂટની લોકલ બસ આવતાં આ ત્રણેય તેમા ચડવા ઊભા રહ્યા હતા, તે દરમ્યાન મુસાફરોની ભીડનો લાભ લઈ એક મહિલાએ આ ફરિયાદીના ગળામાં હાથ નાખી સોનાંના પેન્ડલ સાથેની 13 ગ્રામની ચેઈન કિંમત રૂા. 95,000વાળી સેરવી લીધી હતી. બાદમાં ફરિયાદી મહિલાનું ચેન તરફ ધ્યાન જતાં તે ગાયબ જણાતાં પાછળ ઊભેલા મહિલા પર શંકા ગઈ હતી. આ મહિલાને પૂછપરછ કરવામાં આવતા તેને સરખો જવાબ આપેલ ન હતો. જેથી તેને પોલીસ મથકે લઈ જવાઈ હતી, જ્યાં મહિલા પોલીસ કર્મીઓએ તેની તપાસ કરતાં તેની પાસેથી સોનાંની ચેઈન મળી આવી હતી. પોલીસે આ મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
