વ્યાજની પઠાણી ઉઘરાણીથી આર્થિક અને માનસિક રીતે ત્રસ્ત થયેલ મુન્દ્રાના શખ્સે બે વાર કર્યો આત્મહત્યાનો પ્રયાસ : પોલીસવડાને કરી રજૂઆત

સૂત્રો જણાવી રહ્યા છે વ્યાજની પઠાણી ઉઘરાણીથી આર્થિક અને માનસિક રીતે ત્રસ્ત થયેલ મુન્દ્રાના શખ્સે બે વાર આત્મહત્યાનો પ્રયાસ કરેલ હતો, ઉપરાંત પોલીસ પણ દાદ ન દેતાં તેણે પોલીસ વડાને રજૂઆત કરવામાં આવેલ હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વ્યાજખોરીથી પાયમાલ થતાં અરજદાર આશિફ નૌશાદઅલી ખોજાએ તા. 15/7ના દવા પી લીધી હતી. બાદ પોલીસને અરજી કરી હતી. બાદમાં વ્યાજખોરે માલ-મિલકત કબજે કરી ચેક નાખી અરજદાર સામે કેસ દાખલ કર્યો છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે ગત તા. 13/1ના ફરી અરજદારએ ફરી દવા પી લીધી હતી.