વડોદરામાં પૂરપાટ જતા અજાણ્યા વાહનની અડફેટે એક શખ્સનું મોત

copy image

દિન પ્રતિ દિન અકસ્માતોના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ પર પૂરપાટ જતા અજાણ્યા વાહનની અડફેટે બે સંતાનના પિતા ચંદ્રેશ જાદવનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાતના સમયે રફતારના કહેરે વધુ એકનો ભોગ લીધો હતો. વધુમાં સૂત્રો જણાવી રહયા છે વાઘોડિયા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બે સંતાનના પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું છે.