આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભુજ ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા એક દિવસીય યોગ શિબિરનું આયોજન

             નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશિત અને વૈદ્ય પંચકર્મશ્રી, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, ભુજના માર્ગદર્શન હેઠળ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ તથા યુવક મંડળના સહયોગથી એક દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે.  જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. શરીરના સ્વાસ્થ્ય માટે રોગ પ્રતિકારક શક્તિવર્ધક “ અમૃતપેય” ઉકાળાનું પાન કરાવવામાં આવશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભુજના કોર્ડીનેટર શ્રી રમેશભાઈ સંત ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન આપશે. સમીરભાઈ સોલંકી અને લતાબેન સોલંકી યોગાભ્યાસ કરાવશે. રજિસ્ટ્રેશન માટે ભાવિકભાઈ પોમલ મો.  ૯૯૭૮૭૩૫૭૧૯ અને લતાબેન સોલંકી મો.  ૯૭૨૫૩૨૦૪૪૪ સંપર્ક કરી શકાશે.

તમામ સહભાગીઓ માટે ડ્રેસ કોડ વાઈટ અને બ્લેક, યોગ માટે પાથરણું સાથે લાવવાનું રહેશે. વડીલો માટે ચેરની વ્યવસ્થા રાખવામાં આવશે. આ કાર્યક્રમ ચનાણી પાર્ટી પ્લોટ, શ્રી મહાકાલિકા માતાજીના મંદિર પાસે, કંસારા બજાર ભુજ (કચ્છ), તારીખ :- ૦૪-૦૫-૨૦૨૫ (રવિવાર)ના રોજ સવારે ૬:૦૦ થી ૭:૦૦ વાગ્યા દરમિયાન યોજાશે તેમ એવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.