ભચાઉ પો.સ્ટે વિસ્તાર માંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર આર્મ્સ હથિયારો શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ ભચાઉ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સોયબઅલી કાસમભાઈ ભટ્ટી રહે. હિમતપુરા વિસ્તાર ભચાઉ વાળાનાં રહેણાંક મકાનમાં દેશી હાથ બનાવટની સીંગલ બેરલ વાળી બંદુક રાખેલ છે. જેથી ઉપરોકત હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બંદુક મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) સોયબઅલી કાસમભાઈ ભટ્ટી ઉ.વ. ૨૦ રહે. હિંમતપુરા વિસ્તાર ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ
-દેશી હાથ બનાવટની સીંગલ બેરલવાળી બંદુક નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/-
દાખલ થયેલ ગુનાની વિગત
ભચાઉ પો.સ્ટે.ગુ.ર.નં.૦૩૪૭/૨૦૨૫ આર્મ્સ એકટ ક.૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ ૧૩૫
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
