વણશોધાયેલ લુંટના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મ્હે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ (ગાંધીધામ) નાઓ તરફથી જીલ્લામાં મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તથા દાખલ થયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોઈ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉ નાઓના માર્ગદર્શન આપેલ,

ફરીયાદી જયદીપભાઈ ગોરધનભાઈ ચીકાણી રહે.ભવાનીપુર ભચાઉ નાઓનો કનકસુરી અહીસાધામ થી આગળ કેનાલ પરના સર્વિસ રોડ ઉપર છરી મારી મોબાઈલની લુટ કરી ત્રણ અજાણ્યા માણસો ભાગી ગયેલ જે અંગે તા.૦૧/૦૫/૨૦૨૫ ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૪૨૫૦૩૪૬/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૯(૬),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ફરીયાદ નોધાયેલ જે અંગે ત્વરીત અનડીટેકટ ગુનો શોધી કાઢવા ભચાઉ પોલીસ ઈન્સપેક્ટર શ્રી એ.એ.જાડેજા નાઓએ તપાસ અધિકારી પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ તથા સ્થાનિક પોલીસની જુદી-જુદી ટીમો બનાવી સી.સી.ટી.વી ફુટેજ તથા ટેકનિકલસોર્સ તથા હ્યુમન રીસોર્સીસ આધારે ગુનો શોધી કાઢવા સુચનાઓ આપેલી જે સુચના મુજબ કામ કરી ગણતરીના કલાકોમાં આ કામના આરોપીઓ તથા લુંટમાં ગયેલ મોબાઈલ તથા ગુનામાં વાપરેલ છરી તથા મોટર સાઈકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) વિકમ ઉર્ફે લાલો લક્ષ્મણભાઈ કોલી ઉ.વ.૨૬ રહે.કોલીયાસરી ભચાઉ તા.ભચાઉ

(૨)સંજય દેવાભાઈ કોલી ઉ.વ.૨૦ રહે.રોટરી કલબ ભચાઉ

(3)નરપત ઉર્ફે ભાવેશ કરશનભાઈ કોલી ઉ.વ.૧૯ રહે.૨બારીવાસ ભચાઉ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જે.ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટેશનો સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.