દારૂ શોધવા નીકળેલ પોલીસને રહેણાક મકાનમાંથી દેશી બંદૂક મળી આવતા માલિકની થઈ ધરપકડ

copy image

copy image

પૂર્વ કચ્છ એલ.સી.બી.ની એક ટીમ ભચાઉના માનસરોવર રેલવે ફાટક નજીક હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હિંમતપુરા વિસ્તારમાં રહેનાર સોયબઅલી કાસમ ભટ્ટી પોતાના મકાનમાં દારૂનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી કાર્યવાહી હાથ ધરતા અહીથી પેટી પલંગ નીચેથી દેશી બંદૂક મળી આવી હતી. પોલીસે બંદૂક કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.