માનકૂવામાં 30 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

ભુજના માનકૂવામાં 30 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માનકૂવામાં નવાવાસમાં રહેતા સુરેશ નારાણ મહેશ્વરી નામનો યુવાન પોતાના ઘરે હતો તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પંખામાં ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.