નખત્રાણા ખાતે આવેલ નેત્રા ગામમાં 35 વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા મોત

copy image

નખત્રાણા ખાતે આવેલ નેત્રા ગામમાં 35 વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા જીવ ગુમાવવાવો વારો આવ્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નેત્રાના મફતનગરમાં રહેતા કિશોર વાસુચંદ ગરવા નામના યુવાનની તબીયત નાદુરસ્ત હોતાં તેને સારવાર માટે તાત્કાલિક ભુજ ખસેડાયો હતો, જ્યાં તબીબી તપાસમાં આ યુવાને કોઈ દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું છે. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.