ખાનગી ટયુશન કલાસીસો સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે, તે સિવાયના સમયમાં ટ્યુશન કલાસીસ ચલાવવા પર પ્રતિબંધ

copy image

કચ્છ જિલ્લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટ્યુશન કલાસીસ અસ્તિત્વમાં આવેલ છે. આ ટ્યુશન કલાસીસ રાત દિવસ ધમધમતા હોય છે. ઘણા ટ્યુશન કલાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યુશન કલાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલ છે. અને તે દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાનું ધ્યાને આવેલ છે. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ ટ્યુશન કલાસ મહદઅંશે ભાડાના મકાનોમાં ચાલે છે. જેથી ટ્યુશન કલાસના મકાનની આસપાસ આવેલ રહીશોને પણ વિદ્યાર્થીનીઓની સતત અવર-જવરથી પરેશાન થાય છે. ટ્યુશન કલાસના સંચાલકો તરફથી વિદ્યાર્થીઓની શારીરિક છેડતી કરતી હોવાથી બાબતે પણ રજૂઆત થયેલ છે. આમ તમામ બાબતો ધ્યાને લેતા જિલ્લામાં ચાલતા ટ્યુશન કલાસો માટે ચોકકસ સમય રાખવો જરૂરી જણાય છે.
આથી કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળે અધિકારીની રૂએ કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ ખાનગી ટ્યુશન કલાસીસ સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે તે સિવાયના સમયમાં ટ્યુશન કલાસીસ ચલાવવા પર મનાઇ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
અંજના ભટ્ટી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
