ભુજની હોસ્પિટલમાં 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

ભુજની ઓર્થોકેર હોસ્પિટલમાં 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુરુભા જાડેજા નામનો યુવાન  હોસ્પિટલ રોડ સ્થિત ઓર્થોકેર હોસ્પિટલમાં છેલ્લાં એકાદ વર્ષથી કામ કરતો હતો. તેને તા. 3-5ના રાત્રીના સમયે કોઇ અકળ કારણોસર હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઇ લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ યુવાને કયા કરણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.