ગાંધીધામના યુવાન સાથે સસ્તા આઇફોનની લાલચ આપી રૂા. 12500ની ઓનલાઈન છેતરપિંડી

Online night shopping and paying with credit card and laptop. Man buying on an internet store in modern home office late at night. Typing login inform

copy image

copy image

ગાંધીધામમાં એક યુવાન સાથે સસ્તા આઇફોનની લાલચ આપી રૂા. 12500ની ઓનલાઈન છેતરપિંડી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર જયરાજસિંહ અનોપસિંહ ગોહિલે આ બનાવના અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. જે અનુસાર ગત તા. 1/5ના સાંજના અરસામાં ફરિયાદીએ સોશિયલ મીડિયાના માધ્યમ ઈન્ટસ્ટાગ્રામમાં રીલ જોઈ હતી, જેમાં આઈફોન રૂા. પાંચ હજાર સસ્તો આપવાની વાત કરવામાં આવતા ફરિયાદી આરોપીના સંપર્કમાં આવેલ. તે સમયે આરોપીએ વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી જુદા-જુદા પાંચ ઓનલાઈન વ્યવહાર કરાવી રૂા. 12500 પડાવી લીધા હતા. બાદમાં મોબાઈલ કે નાણાં ન આપી છેતરપિંડી આંચરતા પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.